17, એપ્રીલ 2025
નવી દિલ્હી |
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ક્રિએટ ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓફ વેવ્સ ૨૦૨૫નું આયોજન
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫ની ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન ૧ હેઠળ અગ્રણી પહેલ એન્ટિ-પાઇરસી ચેલેન્જના ફાઇનલિસ્ટની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા મુંબઈમાં ૧-૪ મે, ૨૦૨૫ના રોજ વેવ્સ સમિટનું આયોજન કરાયું છે.
૧,૬૦૦થી વધુ નોંધણીઓ અને ૧૩૨ આઇડિયા સબમિશન
ફિંગરપ્રિન્ટિંગ અને વોટરમાર્કિંગ સોલ્યુશન્સમાં ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી એન્ટિ-પાઇરસી ચેલેન્જને ઉદ્યોગ અને સહભાગીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ શરૂ કરાયેલી ચેલેન્જનો ડિજિટલ ચાંચિયાગીરી સામેની લડતમાં મેક ઇન ઇન્ડિયા તકનીકોને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ચેલેન્જમાં દેશભરના સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ અને વિદ્યાર્થીઓ તરફથી ૧,૬૦૦થી વધુ રજિસ્ટ્રેશન અને ૧૩૨ આઇડિયા સબમિટ કરાયા છે. તબક્કાવારની સ્ક્રિનિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયા પછી, ૧૫ વિચારોને શોર્ટલિસ્ટ કરાયા હતા. હવે જ્યુરી પેનલ દ્વારા ઊંડાણપૂર્વકના મૂલ્યાંકનને પગલે ૭ સ્ટેન્ડઆઉટ ફાઇનલિસ્ટ્સ ડિજિટલ કન્ટેન્ટ સિક્યુરિટીમાં તેમની પ્રગતિશીલ નવીનતાઓ માટે ઉભરી આવ્યા છે.

ટોચના સાત ફાઇનલિસ્ટ અંતિમ નિર્ણાયક મંડળ સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫ દરમિયાન, જે ૦૧-૦૪ મે, ૨૦૨૫ સુધી જિયો સેન્ટર, મુંબઇ ખાતે યોજાશે. જેમાં આ વિજેતાઓને સમિટના ગ્રાન્ડ ફિનાલેમાં સન્માનિત કરાશે.