નવીદિલ્હી,તા.૨૦
કાળઝાળ ગરમી અને પુરવઠાની ઘટને કારણે દેશભરમાં ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણા ટામેટા ઉત્પાદક રાજ્યો, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં ટામેટાંની ઉપલબ્ધતા ઓછી છે. ડુંગળીની સાથે હવે ટામેટા પણ મોંઘા થવાની શરૂ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાંના છૂટક ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં છેલ્લા ૧૫ દિવસમાં ટામેટાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેની કિંમતમાં વધારાનો ટ્રેન્ડ ઓછામાં ઓછા આગામી ૨૦ દિવસ સુધી ચાલુ રહેશે. તેનું મુખ્ય કારણ પુરવઠામાં ઘટાડો મુખ્યત્વે તેની ખેતી માટે નિર્ધારિત વિસ્તારના ઘટાડાને કારણે છે. બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં રિટેલ માર્કેટમાં કિંમતો હવે ૭૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
ભારે ગરમીની અસર ટામેટાં પર દેખાવા લાગી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ સહિતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં ટામેટાંના છૂટક ભાવમાં જાેરદાર વધારો જાેવા મળી રહ્યો છે. ૧૯ જૂને ઈ-કોમર્સ પ્લેટફોર્મ બિગ બાસ્કેટ પર એક કિલો ટમેટાની કિંમત ૬૦ રૂપિયા છે. દિલ્હી-એનસીઆરમાં ટામેટાની છૂટક કિંમત ૩૦-૭૦ રૂપિયાની વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર ભારતમાં પણ આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થશે