ન્યૂ દિલ્હી
છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમે બુધવારે કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક્સ તેની છેલ્લી ઓલિમ્પિક્સ હશે. ઓલિમ્પિક ચેનલ સાથે વાત કરતા મેરી કોમે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક્સ મારી છેલ્લી ઓલિમ્પિક્સ હશે. હું હાલમાં ૩૮ વર્ષની છું અને હું ૩૯ વર્ષની થવા જઈ રહી છું. તેણે વધુમાં કહ્યું ત્રણથી ચાર વર્ષ લાંબો સમય છે. હું એટલું સ્પષ્ટ કરવા માંગું છું કે હું ૨૦૨૪ માં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ નહીં લઉં.
લગભગ એક વર્ષ પછી રિંગમાં ઉતરેલી છ વર્ષની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમને (૫૧ કિગ્રા) સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. સ્પેનના કેસલન ખાતે ચાલી રહેલી ૩૫ મી બોક્ષમ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટૂર્નામેન્ટમાં તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો. તેને અમેરિકન બોક્સર વર્જિનિયા ફસે હરાવી હતી. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી ૩૭ વર્ષીય મેરીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની જિઓર્દના સોરેન્ટિનોને સેમિફાઇનલમાં પહોંચવાના વિભાજીત ર્નિણયમાં હરાવી હતી.
તમને જણાવી દઈએ કે મેરી કોમે મોટા ભાગે ૨૦૨૦ માં ઘરે પ્રેક્ટિસ કરી હતી અને ડેન્ગ્યુમાંથી સ્વસ્થ થયા પછી તે ગયા મહિને માત્ર ૧૫ દિવસ બેંગ્લોરના શિબિરમાં સામેલ થઈ હતી. ગયા વર્ષે જોર્ડનમાં ટોક્યો ઓલિમ્પિકમાં એશિયન ક્વોલિફાયર્સ દ્વારા પ્રવેશ મેળવ્યા પછી તેણે સ્પેનમાં પ્રથમ વખત બાક્સમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં રિંગમાં પ્રવેશ કર્યો હતો.