ટોકયો-
હાલમાં ચાલી રહેલી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો દબદબો યથાવત રહ્યો છે. આજે મંગળવારે પણ ભારને એક મેડલ મેળવવામાં સફળતા મળી છે. પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતના સિંહરાજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજ સિવાય ભારત તરફથી મનીષ નરવાલ પણ મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તેઓ બીજા જ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયા હતા. જ્યારે મહિલાો માટેની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં રૂબીના ફ્રાન્સિસ પણ ફાઈનલ માટેની રેસમાંથી બહાર થઈ ગયા હતા. ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતના સિંહરાજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે ફાઈનલમાં મનીષ નરવાલે સારૂ એવું પ્રદર્શન આપી શક્યા ન હતા. આ અગાઉ ભારતની મહિલા શૂટર રૂબીના ફ્રાન્સિસ પણ મેડલ માટેની સ્પર્ધમાંથી બહાર થઈ ગયા હતા.