ટોક્યો-
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે સારી શરૂઆત કરી છે. પ્રવીણ કુમારે નવા એશિયન રેકોર્ડ સાથે પુરુષોની ટી-64 હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો. આ ભારતનો 11 મો મેડલ છે. આ સાથે જ પ્રાચી યાદવ કેનોઇ સ્પ્રિન્ટમાં ફાઇનલમાં પહોંચી છે. ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકવ ઓપન એલિમિનેશન 1/16 માં આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તે જ સમયે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સની SL-4 મેચમાં સુહાસ એલ. યથિરાજ પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે.
પ્રવીણે જુલાઈ 2019 માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે નવેમ્બરમાં તેણે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ગ્રાન્ડ પ્રિકસમાં ગોલ્ડ જીત્યો અને હાઈ જમ્પમાં 2.05 મીટરનો એશિયા રેકોર્ડ બનાવ્યો.
પ્રાચી કેનો સ્પ્રિન્ટ વિમેન્સ સિંગલ્સ 200 મીટર VL -2 ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે 1: 07.397 સાથે અંતર કાપ્યું. પ્રાચી યાદવ ગ્વાલિયરમાં બહોદાપુર વિસ્તારના આનંદ નગરની રહેવાસી છે. કેનોઇંગની ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ મહિલા ખેલાડી છે.
ભારતીય પેરા ખેલાડીઓએ ટોક્યોમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા છે.