જાપાનઃ-
ટોક્યો પેરાલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પેરાલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતની ભાવના પટેલની હાર થઈ છે. મહિલા સિંગલ ક્લાસ- 4 ગૃપ એના મુકાબલામાં ભાવના ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે 3-0થી હાર્યા છે. ભાવનાએ આ પહેલી ગૃપ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ચીની ખેલાડી સામે હારી ગયાં હતાં. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવના હવે 26 ઓગસ્ટે પોતાની બીજી ગૃપ મેચ રમશે. ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ખેલાડી યિંગની આગળ સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં. ઝોઉ યિંગે આ મેચમાં ભાવનાને 11-3, 11-9, 11-2થી હરાવ્યાં હતાં. આ પહેલા એક અન્ય મેચમાં સોનલ પટેલને પણ હાર મળી હતી.