ટોક્યો-
ટોક્યો પેરાલિમ્પિક 2020માં આજે ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ક્લાસ - 4 ગૃપ-એની પોતાની બીજી મેચમાં જીત મેળવી લીધી છે. ભાવિના પટેલે બ્રિટનની મેગલ શેકફ્લેટનને મ્હાત આપી છે. ભારતીય ખેલાડીએ જોરદાર પ્રદર્શન કરતા બ્રિટનની ખેલાડીને એક સેટ ગેમ જ જીતવા દીધી અને બાકીની ત્રણ મેચ પોતાના નામે કરી જીત મેળવી છે. ભારતીય ખેલાડીએ આ મેચ 3-1થી જીતી છે. ભાવિનાએ પહેલી મેચ પોતાના નામે કરી હતી, પરંતુ બીજી ગેમ મેગન જીતવામાં સફળ રહી હતી. ત્યારબાદ ભાવિનાએ પોતાની વિરોધીને એક પણ તક ન આપી અને બાકીની 2 મેચ જીતી લીધી હતી. ભાવિનાએ પહેલી ગેમ 11-7થી જીતી હતી. તો મેગને બીજી ગેમમાં વાપસી કરી હતી. તો આ ગેમને 11-9થી જીત સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો. ત્યારબાદ ભાવિનાએ મેગનને બીજી કોઈ તક નહતી આપી. તો ત્રીજી ગેમમાં જોરદાર ટક્કર થઈ હતી, પરંતુ ભારતીય ખેલાડીએ હાર ન માની અને 17-15થી ગેમ જીતી લીધી હતી.