ટોકયો-
રેસલર રવિ કુમારે આજે ઈતિહાસ રચ્યો છે, પુરુષોનાં ફ્રી સ્ટાઈલ 57 કિલો કેજટેગરીમાં કઝાકિસ્તાનનાં નૂરીસલામને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફૈયાનલમાં પહોંચતા જ ભારત માટે સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે જ્યારે પહેલો ગોલ્ડ મેડલ મળે તેવી આશા પણ જાગી છે. રવિ શરૂઆતમાં તો પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એક એક સેકન્ડમાં પરિસ્થિતિ બદલાઈ રહી હતી. જે બાદ રવિની જીત થઈ. ટોક્યોમાં આજે ઑલિમ્પિક્સનો 13મો દિવસ ટોક્યો ઑલિમ્પિક્સનો આજે 13મો દિવસ છે, આજે સવારે મહિલા પહેલવાન લવલીનાએ સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો અને તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે ત્યારે ભારતનાં બે પુરુષ પહેલવાનોએ પણ આજે જોરદાર પ્રદર્શન કર્યું હતું.