ટોક્યો-
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. બજરંગે પુરુષોની 65 કિલો ફ્રી સ્ટાઇલ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનના મુર્તઝા ગિયાસીને હરાવ્યો હતો. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કિર્ગીસ્તાનના આર્નાઝર અકમતાલીવને હરાવ્યો હતો. ભારતીય રેસલીંગમાં ભારતીય રેસલર બજરંગ પુનીયાએ ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનના પહેલવાન સામે ટકકર કરી હતી. ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલમાં બજરંગ પુનીયાએ સ્થાન મેળવી લીધુ હતુ. પુનીયા રેસલીંગમાં ગોલ્ડ મેડલનો દાવેદાર શરુઆતથી માનવામાં આવી રહ્યો છે. પુનિયાએ ઇરાનના મુર્ત્ઝા સામે શરુઆતમાં પાછળ રહ્યો હતો. ઇરાની પહેલવાન જબરદસ્ત ટક્કર આપી રહ્યો હતો. પુનીયા પણ જબરદસ્ત ડીફેન્સ સાથે લડી રહ્યો હતો. પ્રથમ પિરીયડમાં એક પોઇન્ટ ઇરાનને મળ્યો હતો. બજરંગ પુનીયાએ શાનદાર રીતે અંતિમ પળોમાં રમત દર્શાવીને જીતના પોઇન્ટ મેળવી લીધા હતા. 65 કીલોગ્રામ કુશ્તીમાં ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. તેણે ઇરાનના પહેલવાન મુર્ત્ઝા ચિકા ઘીય્સીને હરાવ્યો હતો.