મુંબઈ-
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો. ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ માટે લડી રહી હતી. જો કે, તેને ગ્રેટ બ્રિટનના હાથે હારનો સામનો કરવો પડ્યો. તમામ રમત ચાહકો આ બાબતે ટીમની પીઠ થાબડી રહ્યા છે.આજે ટોક્યો ઓલિમ્પિક 2020 નો 15 મો દિવસ છે. ભારતની મહિલા હોકી ટીમનું ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે. બ્રોન્ઝ મેડલ મેચમાં તેઓ બ્રિટન સામે 3-4થી હારી ગયા છે.
આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ મહિલા હોકી ટીમની રમત અને પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે. મહિલા હોકી ટીમના ઓલિમ્પિક પ્રદર્શન પર બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા અહીં છે. શાહરુખ ખાન - ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'માં મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા ભજવનાર શાહરૂખ ખાને ટ્વિટ કર્યું-' દિલ તૂટી ગયું !!! પરંતુ તમે બધાએ ગૌરવ સાથે અમારા માથા ઊંચા કર્યા. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમત બતાવી. તમે બધાએ સમગ્ર ભારતને પ્રેરણા આપી. આ પોતે એક મોટી જીત છે.