ટોકયો-
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને ઍથ્લેટિક્સની ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળી ગયો છે. નીરજ ચોપરાએ ભારતને આ ઐતિહાસિક સિદ્ધિ અપાવી છે. ભાલાફેંકમાં તેમણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી પ્રથમ સ્થાન મેળવ્યું અને એ સાથે જ ભારતે ઑલિમ્પિકમાં ઍથ્લેટિક્સમાં પહેલી વાર મેડલ જીત્યો. નીરજ ચોપરા ભાલાફેંકમાં ટોચના 12 ખેલાડીઓની ફાઇનલના પ્રથમ બે રાઉન્ડના અંતે 12 ઍથ્લીટોની યાદીમાં ટોચ પર રહ્યા હતા. હાલ તેઓ ટોચના 12 ખેલીડોમાં સૌથી ઉપર છે અને તેમના જોરદાર પ્રદર્શનથી ભારત માટે ગોલ્ડ મેડલની આશા જાગી છે.