ટોક્યો-
ટોક્યો ઓલિમ્પિક-2020માં આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક થઇ સાબિત થઇ શકે છે. કારણકે આજે ભારતના ભાગે ત્રણ પદક આવી શકે છે. ભારતના આજે ત્રણ ખેલાડી પદકની રેસમાં છે. જેમાં બે નામ મોટા છે. જે ટોક્યો પ્રબળ દાવેદારના રુપમાં આવ્યા હતા. પુરુષ પહેલવાન બજરંગ પૂનિયા સેમીફાઇનલમાં ગઇકાલે હારી ગયા પરંતુ આજે તેઓ કાંસ્ય પદકની રેસમાં છે. આ સાથે પુરુષ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા પણ આજે ફાઇનલની રેસમાં ઉતરશે તેઓ પદકના મજબૂત દાવેદાર છે. ભારતીય ગોલ્ફર અદિતી અશોક (Aditi Ashok) મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લેમાં મેડલ થી ચુકી હતી. ટોક્યો ઓલિમ્પિક માં અદિતીને આજે ન્યુઝીલેન્ડની લિડીઆ થી આકરી ટક્કર મળી રહી હતી. શરુઆતમાં જ અદિતી ને પાછળ રાખીને બીજુ સ્થાન મેળવી લીધુ હતુ. ચોથા રાઉન્ડમાં પાંચમાં અને છઠ્ઠા હાલમાં બર્ડી હાસંલ કરીને અદીતી પરત ફરીને કીવી ખેલાડી સાથે બરાબરી કરી હતી. અદિતી અશોક ની રમતે રોમાંચકતા બનાવી રાખી હતી હતી. તે ચોથા સ્થાન પર રહી હતી