ટોક્યો-
86 કિગ્રા ભાર વર્ગમાં દીપક પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના પહેલવાનને 6-1થી હરાવ્યા. દીપક પુનિયાની ક્વાર્ટર ફાઇનલ મેચ રોમાંચક રહી. ચીનના પહેલવા લીન સામે મુકાબલાની છેલ્લી 40 સેકન્ડ બાકી હતી ત્યારે તેમના પર હારનો ખતરો હતો પરંતુ તેમના માટે જીતનો દાવ લગાવવો જરુરી હતો. છેલ્લી સેકન્ડમાં દાંવ લગાડી સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
તો બીજી તરફ ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયા અને દિપક પૂનિયાએ સેમી ફાઈનલમાં સ્થાન બનાવ્ચું છે. ક્વાર્ટર ફાઈનલમાં બંન્ને કુસ્તીબાજે આસાનીથી પોતાની મેચ જીતી છે. ટોક્યો ઓલિમ્પિકની કુસ્તીના મેટમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજો (Wrestlers)રવિ કુમાર દહિયા અને દીપક પુનિયાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.86 કિલો વજન વર્ગમાં દીપક પૂનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના કુસ્તીબાજને 6-1થી હાર આપી હતી. રવિ અને દીપક બંનેએ સેમીફાઈનલમાં પહોંચીને ભારત માટે મેડલની આશા વધારી છે. બંને કુસ્તીબાજોની સેમી ફાઇનલ મેચ આજે રમાશે. ટોક્યો ઓલિમ્પિક રિંગમાં રવિ કુમારને પ્રથમ મેચની જેમ પોતાની બીજી મેચ જીતવામાં કોઈ સમસ્યા નહોતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં બલ્ગેરિયનકુસ્તીબાજ સામે ટેકનીકલ સુપરિયરિટીના આધારે પોતાની મેચ જીતી હતી.અગાઉ બંને કુસ્તીબાજો(Wrestlers)એ પોતાના પ્રિ-ક્વાર્ટર સરળતાથી જીતી લીધા હતા.