ટોક્યો-
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક મેડલ પાક્કુ થઈ ગયું છે. ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન ચાઈનીઝ તાઈપેઈની ચીન નિએન ચેનને હરાવીને 69 કિલો વજન વર્ગની સેમીફાઇનલમાં પહોંચી છે. ત્રણેય રાઉન્ડમાં લવલિનાએ હરીફ બોક્સરને ટકવા ન દીધી. પ્રથમ રાઉન્ડમાં 5 માંથી 3 જજએ લોવલિનાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. બીજા રાઉન્ડમાં તમામ 5 જજએ લોવલિનાને વિજેતા તરીકે મળી. જો લવલીના આ મેચ જીતી જાય તો તેનો મેડલ કન્ફર્મ થઈ જશે. અન્ય ભારતીય મુક્કાબાજ સિમરનજીત કૌર 60 કિલો વજન વર્ગમાં થાઈલેન્ડના સુદાપોર્ન સિસોંડી સામે 5-0થી હાર્યા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગઈ હતી.
બીજી તરફ દીપિકા કુમારી આર્ચરીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રશિયાની કેસેનિયા પેરોવાને શૂટઆઉટમાં 6-5થી હરાવી હતી. તે ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના એન સેન સામે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલ મેચ આજે સવારે 11 વાગ્યે છે.
શૂટિંગમાં ભારતીય નિશાનેબાજો મનુ ભાકર અને રાહી સરનોબત મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ક્વોલિફાઇંગ ઇવેન્ટમાંથી બહાર થઇ ગયા છે. ભાકર 582 ના સ્કોર સાથે 11 મા સ્થાને રહી હતી જ્યારે રાહી 573 પોઇન્ટ સાથે 32 મા સ્થાને રહી હતી.