જામનગર આ સમયે સ્ટાર્સથી શોભી રહ્યું છે. હાલમાં અડધું બોલિવૂડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લઈ રહ્યું છે. ૧લી થી ૨જી માર્ચની સાંજ ખૂબ જ સુંદર હતી. જ્યાં પહેલી રાત્રે અમેરિકન પોપ સિંગર રિહાનાએ પોતાના શાનદાર પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. તે જ સમયે ૨ માર્ચના રોજ કંઈક એવું બન્યું કે બધા ત્યાં જ જાેઈ રહ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જાેવા મળ્યું કે જેને જાેવા માટે દરેક બોલિવૂડ ફેન્સ દિલથી રાહ જુએ છે.
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. સાથે જ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનું ડાન્સ પરફોર્મન્સ જાેવા જેવું હતું. ઈન્ડસ્ટ્રીના ત્રણેય ખાનનો એક સાથે ડાન્સ કરતા જાેવું એ કોઈ સપનાથી ઓછું નથી. આ ફંક્શનની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન, શાહરૂખ અને આમિર સાઉથની ફિલ્મ ઇઇઇના ગીત પર ડાન્સ કરતા જાેવા મળે છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે ત્રણેય ખાન એક પછી એક ગીતોના સ્ટેપ્સ કરતા જાેવા મળી રહ્યા છે. પહેલા સલમાન તેના ટુવાલ સ્ટેપ કરે છે. જે બાદ આમિર પોતાનું સ્ટેપ કરે છે. ત્યારબાદ શાહરૂખ ખાન પોતાનું હૂક સ્ટેપ કરતો જાેવા મળે છે. અંતે, સલમાન-આમીર અને શાહરૂખ ‘નાટુ નાટુ’ ગીતના હૂક સ્ટેપ કરતા જાેવા મળે છે. ત્રણેય સુપરસ્ટારનું આ પરફોર્મન્સ ઈતિહાસથી ઓછું નથી. આ રીતે ત્રણેય પહેલીવાર સાથે પરફોર્મ કરતા જાેવા મળ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સની પણ ખુશીની કોઈ સીમા નથી. દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ત્રણેય સ્ટાર્સ છે, તેમની વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અન્ય એક યુઝરે લખ્યું, તીન ટાઈગર એક મંચ પર. તમને જણાવી દઈએ કે, બહુ ઓછા પ્રસંગો એવા હોય છે જ્યારે આ ત્રણેય સુપરસ્ટાર સાથે જાેવા મળ્યા હોય. પરંતુ ત્રણેયના એકસાથે ડાન્સે ફેન્સનું દિલ ખુશ કરી દીધું છે.