આ તસવીર તો એક પ્રતીક છે. એક એકથી ચઢિયાતી ઐતિહાસિક અને અમૂલ્ય ઈમારતો પ્રત્યેની સત્તાંધ શાસકોની ગુનાહિત બેદરકારીએ કલાપ્રેમીઓ માટે કલા-સ્થાપત્ય આ શહેરની ઓળખ જેવી વિરાસતોની ચિથરેહાલ હાલત જાેઈને છાને ખૂણે રડી લેવા સિવાય કાંઈ બાકી રાખ્યું નથી. તસવીરમાં ખંડેરમાં બદલાઈ રહેલી ભવ્ય ઈમારતોના પ્રતીકરૂપ વિશ્વામિત્રી પુલનો એક હિસ્સો અને શાસકોની તેની જાળવણીની ઈચ્છા - દાનતના મૃત અવશેષ જેવુ સૂક્કુભઠ્ઠ વૃક્ષ! તસવીર ઃ કેયુર ભાટિયા