અમદાવાદ,તા.૨૦
આવતીકાલ તા.૨૧મીએ રવિવારે સવારે ૧૦ વાગ્યાથી આકાશમાં કંકણાકૃતિ ગ્રહણનો અદભૂત નઝારો જાવા મળશે. આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ સવારે ૯ વાગીને ૧૫ મિનીટ પર લાગશે અને બપોરે ૩ વાગીને ૫ મિનીટ સુધી રહેશે. રવિવારે તે વલયાકાર ગ્રહણ બપોરે ૧૨.૧૫ પર ચરમસીમા પર રહેશે. આ વર્ષનું આ પહેલું અને છેલ્લુ સૂર્યગ્રહણ થશે.
આવતી કાલે હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાશે. પણ મધ્ય અને દક્ષિણ ભારતમાં તે ખંડગ્રાસ સ્વ\પે દેખાશે. જ્યાં કંકણાકૃતિ ગ્રહણ દેખાવાનું છે ત્યાં સૂર્ય પુરેપુરો ઢંકાઇ જશે અને કંકણ આકારમા તેજસ્વી રીંગ જાવા મળશે. બાકીના વિસ્તારોમાં સૂર્યનો ૭૫ ટકા ભાગ ઢંકાઇ જશે. ત્યારબાદ ક્રમશઃ મૂળ Âસ્થતિ પ્રાપ્ત કરશે.
દુનિયાભરનાં લોકોમાં અવકાશી ઘટના નિહાળવાની જબરી ઉત્કંઠા છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી દેશની વિવિધ વેધશાળાઓએ તેના અભ્યાસની તૈયારી કરી લીધી છે. આ પહેલાં આ વર્ષમાં ૫ જૂને ચંદ્રગ્રહણ થયું હતું. ૨૧ જૂને સૂર્યગ્રહણ અને ૫ જુલાઇએ ફરીથી ચંદ્રગ્રહણ થશે. આ પ્રકારે ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો દુર્લભ યોગ હવે ૧૧૯ વર્ષ બાદ બનશે. ૨૦૨૦ બાદ ૨૧૩૯માં ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બનશે. જે ભારતમાં જાવા મળશે.