સુરત-
આજથી ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રીના હસ્તે થશે વર્ચ્યુઅલ શુભારંભ થયો છે. અત્યાર સુધી 8 હજાર પ્રવાસીઓએ બુકીંગ કરાવ્યું છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ સરળ બનશે.
વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસની શુભ શરૂઆત આજથી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧ વાગે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું નવી દિલ્હીથી લોકાર્પણ કરશે. આ સાથે નવનિર્મિત રો-રો ટર્મિનલનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. દેશના દરિયાકિરાના તથા અન્ય મોટી નદીઓમાં, કેનાલોમાં નાના, મધ્યમ પ્રકારના જહાજોથી હાઇવે ઉપરના ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે હાથ ધરાયેલા આયામનો આ પહેલો પડાવ ગુજરાતથી શરૂ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'ગુજરાત માટે રવિવારનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગથી જોડાવા જઇ રહ્યા છે. સવારે ૧૧ વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવાનો છું. એનાથી જ્યાં સમય અને ઇંધણની બચત થશે, ત્યાં વેપાર અને ઉદ્યોગને વધુ ગતિ મળશે.' દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતને સી પ્લેનની ભેટ પછી હવે હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ સેવાની એક નવી ભેટ સમાન છે.