આજે ન્યૂયોર્કમાં ભારત હવે અમેરિકાના પડકારનો સામનો કરશે

ન્યુ યોર્ક

રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક વર્લ્ડકપમાં જાેરદાર શરૂઆત કરી છે. તેમની સામે દુશ્મનોના પગ ધ્રૂજી રહ્યા છે. ભારતે અત્યાર સુધી આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા છે. હવે ટીમ ઈન્ડિયા આવતીકાલ ૧૨ જૂને સહયજમાન અમેરિકા સામે ટકરાશે. બીજી તરફ અમેરિકા પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યું છે. તેઓ પણ કેનેડા અને પાકિસ્તાનને હરાવીને આવી રહ્યા છે. અમેરિકાનો આત્મવિશ્વાસ પણ આ સમયે ચરમસીમાએ હશે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે સ્પર્ધાત્મક મેચ જાેવા મળી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં પિચનો મિજાજ કેવો હશે. અમેરિકા અને ભારત વચ્ચેની મેચ પણ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી આ મેદાનની પીચ પર અનેક સવાલો ઉભા થયા છે. અહીંની પિચ બોલરોના પક્ષમાં છે. ન્યૂયોર્કમાં બેટ્‌સમેનો માટે રન બનાવવા મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ લાગે છે. તાજેતરમાં આ મેદાન પર ભારત-પાકિસ્તાન મેચ પણ રમાઈ હતી. આ મેચમાં ભારતે માત્ર ૧૧૯ રન બનાવ્યા હતા અને તેનો પણ બચાવ થયો હતો. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ પીચ બેટ્‌સમેનો માટે કેટલી મુશ્કેલ છે. ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં પિચનો મિજાજ કેવો હશે. અમેરિકા અને ભારત વચ્ચેની મેચ પણ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી આ મેદાનની પીચ પર અનેક સવાલો ઉભા થયા છે. આ પિચ પર અત્યાર સુધીમાં સૌથી વધુ રન માત્ર ૧૩૭ છે. અમેરિકા અને ભારત વચ્ચે લો સ્કોરિંગ મેચ પણ જાેવા મળી શકે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ ૬ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે ૩ મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે ૩ મેચ જીતી છે. નાસાઉમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર ૧૦૭ રન અને બીજી ઈનિંગનો ૧૦૫ રન છે.

ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. સિરાજ.

અમેરિકાઃ મોનાંક પટેલ (કેપ્ટન), એરોન જાેન્સ, એન્ડ્રૂઝ ગોસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોસ્ટુશ કેંજીગે, સૌરભ નેધરવોકર, શેડલી વેન શાલ્કવિક, સ્ટીવન ટેલર, શયાન જહાંગીર . રિઝર્વ ખેલાડીઓઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસડેલ, યાસિર મોહમ્મદ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution