દિલ્હી-
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ બે દિવસ રાહત આપ્યા બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કર્યો આ વધારા પછી દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં વેટ ના દર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ ની કિંમત પ્રતિ લિટર 15 થી 31 પૈસા વધી છે.
આજના વધારા બાદ પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 93 રૂપિયા પ્રતિ લિટર ના સ્તર ને પાર કરી ગયુ છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા વધીને 93.04 રૂપિયા અને ડીઝલ 29 પૈસા વધીને 83.80 રૂપિયા પ્રતિ લિટર થયું છે. આવી જ રીતે મુંબઇમાં પેટ્રોલ 99.32 રૂપિયા પ્રતિ લિટર ના ભાવે વેચાઇ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 91 લિટર પ્રતિ લિટર ના સ્તર ને પાર કરી લિટર દીઠ 91.01 ના ભાવે વેચાઇ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ નો ભાવ વધીને 94.71 રૂપિયા અને ડીઝલ નો ભાવ પ્રતિ લિટર 88.62 રૂપિયા થયો છે. કોલકાતામાં આજના વધારા બાદ પેટ્રોલ લિટર દીઠ રૂ.93 ને પાર કરી ગયુ છે. આજે કોલકાતામાં પેટ્રોલ 93.11 રૂપિયા અને ડીઝલ 86.64 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલ 101 રૂપિયા અને ડીઝલ 92 રૂપિયા પ્રતિ લિટર ને પાર કરી ગયુ છે. આજે, ભોપાલમાં પેટ્રોલ નો ભાવ 101.11 રૂપિયા છે અને ડીઝલ નો ભાવ પ્રતિ લિટર 92.21 રૂપિયા થયો છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ 90.72 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લિટર ના ભાવે વેચાઇ રહ્યુ છે. બેંગલુરુમાં પેટ્રોલ 96.14 રૂપિયા અને ડીઝલ 88.84 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયુ છે.