વિકસિત અર્થતંત્ર બનવા માટે, ભારતે શિક્ષણ, આરોગ્યના પાયાને વધુ મજબૂત બનાવવો પડશે



ભારત વૈશ્વિક સ્તરે તેની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફની કૂચ ચાલુ રાખતા વિશ્વની આર્થિક વૃદ્ધિમાં ૨૦%નું યોગદાન ધરાવતું હશે તેવું જી૨૦ શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું. છૈંસ્છ કન્વેન્શનને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે અને અત્યારે વિશ્વની પાંચમી સૌથી વિશાળ ઇકોનોમી છે. “આગામી ત્રણ વર્ષમાં, આપણે જાપાન અને જર્મનીને મ્હાત આપીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની સિદ્ધિ હાંસલ કરીશું. વિશ્વમાં જ્યાં ગ્રોથ માટેની તત્પરતા છે ત્યારે ભારત અનેક દેશો વચ્ચે ગ્રોથનું ચાલકબળ બનતા સ્થિતિસ્થાપક પાવરહાઉસ બનીને ઉભર્યું છે. આગામી દાયકામાં વિશ્વના આર્થિક ગ્રોથમાં ભારતનું યોગદાન ૨૦% રહેશે.તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે ભારતે ગ્રામીણ વિસ્તારોમાં લોકોના જીવનને સુધારવું પડશે, આરોગ્ય સુવિધાને વધુ મજબૂત કરવી પડશેે. ભારતે ગ્રોથને આગળ ધપાવવા માટે કેટલાક ચેમ્પિયન રાજ્યોની જરૂર છે.જાે આગામી ત્રણ દાયકામાં ભારતે ૯-૧૦%ના દરે વૃદ્ધિ નોંધાવવી હશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવા માટે, આપણે આપણા શિક્ષણ, આરોગ્યના પાયાને વધુ મજબૂત બનાવવો પડશે. જેનો અર્થ છે કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યો કે જ્યાં દેશની ૫૦% વસતી વસવાટ કરે છે ત્યાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે.

તેમણે જણાવ્યું હતું કે ૪ લાખ કરોડના અર્થતંત્રથી વર્ષ ૨૦૪૭ સુધીમાં ૩૦ લાખ કરોડના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવું પડકારજનક છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતની જીડીપી ૯ ગણી વધે અને માથાદીઠ આવક આઠ ગણી વધે તે જરૂરી રહેશે. તે ઉપરાંત આ લક્ષ્યને હાંસલ કરવા માટે આગામી ૩૦ વર્ષ સુધી વાર્ષિક ધોરણે સતત ૧૦%નો ટકાઉ ગ્રોથ નોંધાવવો અનિવાર્ય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution