ટેક્સથી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ પેંતરો રચ્યોઃ એક જ નંબરની ત્રણ બસો રાખતા

ભાવનગર સરકારી ટેક્સ નહીં ભરવાના ઈરાદે એક જ નંબરની ત્રણ બસોમાં એક સરખી નંબરપ્લેટ નો ઉપયોગ કરી ટેક્સ ચોરી આચરતા ત્રણ ટ્રાવેલ્સ સંચાલકો પૈકી બે શખ્સોને ભાવનગર એલસીબી એ રૂપિયા ૨૦ લાખની બે બસ સાથે ઝડપી લીધા છે જયારે પાલીતાણા ના શખ્સને ઝડપી લીવા તજવીજ હાથ ધરી છે.તાજેતરમાં સરકારી ટેક્સ થી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ એક જ સરખી નંબર પ્લેટ ધરાવતી અલગ-અલગ ત્રણ બસો રોડપર દોડાવતા હોવાની બાતમી ભાવનગર એલસીબી ની ટીમને મળતા એલસીબી એ પાલીતાણા ના ઘેટી રોડપર થી તથા સિહોર સિધ્ધિવિનાયક હોટલ પાસે આવેલ ગેરેજના પાર્કિંગ અને શહેરના નવાપરામા આવેલ લીમડા ટ્રાવેલ્સ ના પાર્કમાં પાર્ક ત્રણ બસોને કબ્જે કરી એસપી કચેરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવી હતી.આ ટ્રાવેલ્સ સંચાલકોએ ત્રણેય બસોમાં એ-આર-૦૬-બી-૬૭૩૨ નંબરની એકસરખી જ નંબરપ્લેટ લગાવેલી હોવા સાથે નકલી દસ્તાવેજાે પણ કબ્જે કર્યાં હતા, તથા શબ્બીર રઝાક મહેતર ઉ.વ.૪૩ રે.નવી માણેકવાડી હરિયાળા પ્લોટ નં-૧/એ તથા જીવરાજ બોઘા ચૌહાણ ઉ.વ.૩૯ રે.સિહોર દાદાની વાવ પાસે ખાડિયા ચોક પ્લોટનં-૧૯૯ સી વાળાને ઝડપી લીધા હતા, જયારે દિલાવર ટ્રાવેલ્સ ના માલિક રે.પાલીતાણા વાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, આ તમામ શખ્સો વિરુદ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રૂપિયા ૨૦ લાખની કિંમતની બે બસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution