યુવતીના પિતાના ત્રાસથી કંટાળી યુવકે એવુ પગલુ ભર્યુ કે..

અમદાવાદ-

અમદાવદામાં કોઈના કોઈ કારણસર આત્મહત્યાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વધુ એક આત્મહત્યાની ઘટના બનવા સામે આવી છે. ઘર પાસે રહેતી યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવતીના પિતા યુવકને ત્રાસ આપવા લાગ્યો હતો. અવાર નવાર ધમકીઓ આપી માર મારતો હતો. મૃતક યુવક સામે ખોટી છેડતીની ફરીયાદ કરી મોટા કેસમાં ફસાવી ખાનદાન તબાહ કરી દેવાની પણ યુવતીના પિતાએ ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લેતા બે મહિના બાદ યુવકના પિતાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના આસ્ટોડિયામાં રહેતા ૫૬ વર્ષીય દુષ્યંત ભાઈ દેસાઈ ઘરેથી જ વેપાર ધંધો કરે છે. તેમના બે પુત્રમાંથી એક ૨૦ વર્ષીય ધ્રુવ નામના પુત્રએ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ધ્રુવ ઘર પાસે રહેતા ગુંજન ઉર્ફે રાજુ વ્યાસ નામના વ્યક્તિની પુત્રી સાથે ચાર પાંચ વર્ષથી મિત્રતા ધરાવતો હતો.થોડા સમય પહેલા આ બાબત ને લઈને ગુંજનએ ધ્રુવને ગડદા પાટુ અને લાકડીનો માર માર્યો હતો જાેકે તે બાબતે ફરિયાદ ન કરી સમાધાન થયું હતું. વર્ષ ૨૦૧૯માં પણ ફરી આ જ રીતે મારામારી થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ પણ થઈ હતી. જાેકે બાદમાં આરોપી ગુંજન એ આ ધ્રુવ અને અન્ય એક પિતરાઈ ભાઈ સામે છેડતી ની ફરિયાદ નોંધાવી હતી.

જે કેસમાં બને જામીન પર છૂટયા પણ બાદમાં અવાર નવાર આરોપી ગુંજન આ ધ્રુવને ધમકીઓ આપતો અને તારું કેરિયર ખરાબ કરી નાખીશ તને ધંધે લગાડી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. અનેક વાર ગુંજન ધ્રુવને ધમકીઓ આપી હતી પણ બને પક્ષના લોકો સામસામે રહેતા હોવાથી કોઈ ફરિયાદ કરાઈ નહોતી. પણ ધ્રુવ આ બાબતોને લઈને સતત માનસિક તણાવ માં રહેતો હતો. છેડતી બાબતે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે એક મુદત હતી ત્યારે પણ આ ગુંજને ધ્રુવ ને ધમકી આપી ખાનદાન તબાહ કરી મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

છેડતી બાબતે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે એક મુદત હતી ત્યારે પણ આ ગુંજને ધ્રુવ ને ધમકી આપી ખાનદાન તબાહ કરી મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જાેકે ધ્રુવ ના પિતાએ કોર્ટ પર ભરોસો રાખવાનું કહ્યું હતું. કોર્ટની મુદત ના આગલા દિવસે જ ધ્રુવ એ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાેકે જુવાનજાેધ દીકરો ગુમાવતા ધ્રુવ નો પરિવાર આઘાત માં આવી ગયો હતો. ખાડીયા પોલીસે આ મામલે અકસ્માત મોત નો ગુનો નોંધ્યો હતો. જાેકે તપાસ બાદ ધ્રુવના પિતાએ આ આરોપી ગુંજન સામે આક્ષેપ કરતા પોલીસે તપાસ કરી તેના ત્રાસથી ધ્રુવ એ આપઘાત કર્યો હોવાનું જાણી દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution