રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા અને ગ્રામ્ય કક્ષાએ તિરંગા યાત્રાનો કાર્યક્રમ


     રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા અને ગ્રામ્ય કક્ષાએ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આન, બાન અને શાન એવો ત્રિરંગો ભારતીયો માટે અને સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. આપણા રાષ્ટ્રધ્વજને વધુ સન્માન મળે અને જન જનમાં આપણી આઝાદી પ્રત્યે વધુ જાગૃત થાય તે હેતુ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા પ્રેરણાદાયી અને લોકોના મનમાં સ્વતંત્ર ભારતની યાદોને તાજી કરીને નવો જાેશ અને ઉમંગ ઉલ્લાસ રાષ્ટ્રધ્વજ પ્રતિની ગરિમા, દેશ માટે અનેક વીર કપૂર એ બલિદાન આપ્યા છે એવા વીરોને યાદ કરવા અને તેમના પ્રત્યે રાષ્ટ્રભાવના કાયમને માટે ટકાવી રાખવા માટેની અનોખી પહેલ એટલે 'હર ઘર તિરંગા '

     રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા અને ગ્રામ્ય કક્ષાએ આઝાદીમય ભારતનો માહોલ બન્યો હતો. શાળાના બાળકોમાં સ્વતંત્ર ભારતના આન,બાન અને શાન એવા ત્રિરંગા પ્રતીકને જાળવવા, રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં રંગોળી, વકૃત્વ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગીત સ્પર્ધા, રાષ્ટ્રીય પ્રતીકો, વીર શહીદોની ગીરગાથાઓ, અને તિરંગા યાત્રા ગ્રામ્ય કક્ષાએ કાઢીને અનોખું આઝાદીમાં માહોલ બનાવી દેવામાં આવ્યો હતો. શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ રાષ્ટ્ર ભાવના પ્રત્યેનો અનોખી પ્રીતને જગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા પણ રાષ્ટ્રના નિર્માણમાં અનેક લોકોએ રાષ્ટ્રધ્વજને હંમેશા ઊંચો રાખવા માટે પોતાના જે બલિદાનો આપ્યા છે તે બલિદાનોને આગામી સમયમાં પણ તેની ગરિમા ને જાળવણી કરવાની ઉત્તમ પ્રેરણા લીધી હતી.

      ભારત મારો દેશ છે. મારા દેશ માટે ગમે તે સ્થિતિએ , ગમે તે સ્વરૂપે જ્યારે પણ જરૂર પડે ત્યારે હંમેશને માટે તૈયાર રહેવાની અનોખી પહેલ બાળકો અને વાલીઓમાં જાેવા મળી હતી. રાષ્ટ્રના નિર્માણ માટે પોતે દેશ સેવા કઈ રીતે કરે તે માટે ઉત્તમ શિક્ષણ લઈને ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ છે ત્યારે અનોખા થનગનાટ અને બલિદાનની ભાવના સાથે તિરંગાને હંમેશને માટે પોતાના દિલમાં રાખીને જીવન જીવવાની ઉત્તમ પ્રેરણા મેળવી હતી.

      શાળાના બાળકો અને ગ્રામજનો આન બાન અને શાન એવા રાષ્ટ્રનું પ્રતીક એટલે આપણા ત્રિરંગા વિશેનું મહત્વ શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્રિરંગોએ દેશને સ્વતંત્ર કરાવવા માટે અનોખી ભૂમિકા ભજવી હતી. ત્રિરંગાની વાત આવે ત્યારે દેશની આઝાદ કરાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એ મુશ્કેલીઓમાં દરેક ભારતીય માટે જાેશ, ઉમંગ અને કંઈક કરી છૂટવાની ભાવના પ્રગટ થઈ જતી હતી. આજે આપણા તિરંગા પ્રત્યેની ભાવના. આપણો ત્રિરંગોના ત્રણેય રંગો અને અશોક ચક્ર પ્રેરણાદાય સંદેશો આપે છે. આપણે સૌ આપણા ત્રિરંગાની ગરીમા જાળવીએ અને સ્વતંત્ર પર્વના દિવસે ત્રિરંગાને ફરકાવીને સન્માન આપીએ. શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને આનંદ આનંદ ઉલ્લાસની ખરી આઝાદીની લાગણીઓ વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution