મુંબઇ
બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે. પરંતુ આ વખતે તેમની જે તસવીરો સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે. જો કે આ તસવીરોમાં તેમનો અંદાજ ખૂબ અલગ જોવા મળી રહ્યો છે. તાજા વાયરલ થયેલી તસવીરોમાં તૈમૂર પોતાના પિતા સૈફ અલી ખાન સાથે ખેતરમાં કામ કરતો જોવા મળી રહ્યો છે.
તસવીરોમાં તૈમૂર અખી ખાન અને સૈફ અલી ખાન ખેતરમાં કામ કરી રહ્યા છે. અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે તૈમૂર પિતા સાથે આ કામને ખૂબ એંજોય કરી રહ્યો છે. આ તસવીરો જોઇને લોકો કોમેન્ટ બોક્સમાં જોરદાર સૈફ અને કરીનાના ઉછેરના અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. થોડા કલાકોમાં આ તસવીરો હજારો લાઇવ મેળવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરમાં જલદી જ એક નાનો મહેમાન આવશે. સમાચારો અનુસાર ફેબ્રુઆરીમાં તૈમૂર મોટો ભાઇ બની જશે. કરીના અવાર નવાર બેબી બંપ સાથે તસવીરો પણ શેર કરતી રહે છે.