ટાઇમ મેગેઝિન વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં વડાપ્રધાન મોદીને સ્થાન

વોશિંગ્ટન-

ટાઇમ મેગેઝિને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે તેમાં તેમના નામ સાથે તેમની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટાઇમ મેગેઝિને લખ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોને એમ લાગી રહ્યું હતું કે તેઓ ભારતને તેના સમાજવાદના ભૂતકાળથી મૂળીવાદ તરફ લઇ જશે. આર્થિક વિકાસ માટે તેમણે ઘણા કામ પણ કર્યા છે. જાેકે તેઓએ ભારતને સેક્યૂલારિઝમ એટલે કે બિનસાંપ્રદાયિક્તાથી દુર કરી દીધો અને હિંદુ રાષ્ટ્રવાદ તરફ લઇ ગયા. ટાઇમ મેગેઝિને દાવો કર્યો છે કે બે આંતરરાષ્ટ્રીય થિંકટેંકે કહ્યું છે કે મોદીની દેખરેખમાં ભારત લોકશાહીથી દુર થયો. જ્યારે મમતા બેનરજી વિશે ટાઇમ મેગેઝિનમાં લખાયુ છે કે તેઓએ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના મની અને મેન પાવર સામે ટક્કર આપી અને ચૂંટણી જીત્યા. ગરીબીમાંથી આવતા મમતાએ સ્ટેનોગ્રાફર તેમજ મિલ્ક બૂથ વેંડર તરીકે કામ કર્યું અને મહેનતથી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા. જાેકે એવુ કહેવાય છે કે મમતા બેનરજી જ તૃણમુલ કોંગ્રેસ છે.પ્રખ્યાત ટાઇમ મેગેઝિને વર્ષ ૨૦૨૧ની વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મમતા બેનરજી અને કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ પુરી પાડનારા સીરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ અદર પુનાવાલાનો પણ સમાવેશ કરાયો છે. આ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં વૈશ્વિક સ્તરના નેતાઓ જેમ કે અમેરિકાના પ્રમુખ જાે બાઇડેન, ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરને પણ સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કરાયો છે. યાદીમાં સામેલ અન્ય વૈશ્વિક નેતાઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડયૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને મેગનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution