ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટિમ સાઉથીએ સુકાનીપદ છોડ્યું : ટોમ લાથમ ન્યૂઝીલેન્ડનો નવો કેપ્ટન


નવી દિલ્હી:  ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલા ન્યુઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડે 16 ઓક્ટોબરથી શરૂ થનારી 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરવાનો છે. આ પહેલા પણ ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડની ટેસ્ટ કેપ્ટનશિપ છોડી ચૂક્યો છે. શ્રીલંકા સામેની કારમી હાર બાદ સાઉથીએ આ નિર્ણય લીધો છે કે ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ટેસ્ટ કેપ્ટન તરીકેની પોતાની ભૂમિકા છોડી દીધી છે અને તેના સ્થાને ટોમ લાથમને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લાથમ પહેલાથી જ વન ડે અને ટી-૨૦માં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. કેન વિલિયમ્સન 2022 ના અંતમાં સુકાની પદ છોડ્યા પછી સાઉથી ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહ્યો હતો. તેણે 14 ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન 6 જીતી હતી અને 2 ડ્રો રહી હતી. આ સાથે જ તેને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તાજેતરમાં શ્રીલંકા સામે 0-2થી મળેલી હારનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટ સુકાનીપદ છોડ્યા બાદ 35 વર્ષીય સાઉથીએ કહ્યું કે પદ છોડવાનો નિર્ણય ટીમના શ્રેષ્ઠ હિતમાં છે અને તે નવા કેપ્ટન તરીકે લાથમને સમર્થન આપશે. તેણે કહ્યું, 'ખૂબ જ ખાસ ફોર્મેટમાં બ્લેક કેપ્સની કેપ્ટનશિપ કરવી મારા માટે ખૂબ જ સન્માન અને વિશેષાધિકારની વાત છે. મેં મારી સમગ્ર કારકિર્દી દરમિયાન હંમેશા ટીમને પ્રથમ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે અને હું માનું છું કે આ નિર્ણય ટીમ માટે શ્રેષ્ઠ છે. તેણે વધુમાં કહ્યું, 'મારું માનવું છે કે હું જે રીતે ટીમની સેવા કરી શકું તે છે મેદાન પરના મારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું અને મારું સર્વશ્રેષ્ઠ આપવું, વિકેટ લેવાનું ચાલુ રાખવું અને ન્યૂઝીલેન્ડને ટેસ્ટ મેચ જીતવામાં મદદ કરવી. હું ટોમને આ ભૂમિકા માટે શુભેચ્છા પાઠવું છું અને તે જાણે છે કે હું તેની સફરમાં તેને સાથ આપવા માટે હાજર રહીશ, કારણ કે તેણે વર્ષોથી મારા માટે સાઉથીના યોગદાનને સ્વીકાર્યું છે.' તેણે કહ્યું, 'ટિમ એક શાનદાર ખેલાડી છે અને ખૂબ જ સારો નેતા છે, જેનું ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા ખૂબ સન્માન કરવામાં આવે છે.'


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution