નાગપુર-
નાગપુરમાં એક ૨૮ વર્ષીય મહિલાએ પોતાના ૬૫ વર્ષના પતિનું ગળુ કાપી નાખ્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટનાને અંજામ આપ્યો તે અરેરાટી ઉપજાવે છે. તેણે પતિને ખુરશીથી બાંધી દીધો, બાદમાં બંનેએ સેકસ કર્યુ અને પછી મહિલાએ પોતાના પતિનુ ગળુ ચાકુથી વાઢી નાખ્યુ હતુ. અહીંથી જ વાત પતતી નથી પોલીસે એવું પણ જણાવ્યું છે કે મહિલા પોતાના પતિની પાંચમી પત્ની હતી મહિલાનું નામ સ્વાતી લક્ષ્મણ મલિક છે અને તેણે ૬૫ વર્ષીય પતિ લક્ષ્મણ રામલાલ મલિકની હત્યા કરી છે. પોલીસના કહેવા મુજબ લક્ષ્મણને શંકા હતી કે સ્વાતીના કોઇ સાથે સંબંધ છે તેથી તેણે સ્વાતીથી થયેલા પુત્રને પોતાનો ગણવાનો ઇન્કાર કર્યો હતો જેને કારણે બંને વચ્ચે ડખ્ખો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હોસ્પિટલમાંથી સફાઇ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા લક્ષ્મણ સાથે પાંચેય પત્ની કે બાળકો કોઇપણ સાથે રહેતા ન હતા.