વડોદરા, અંકલેશ્વર, ભરૂચ સહિત ૬ રેલવે સ્ટેશને ટિકિટ વેન્ડિંગ મશીન કાર્યરત
19, એપ્રીલ 2025 વડોદરા   |  

વડોદરા ડિવિઝનના રેલવે સ્ટેશન પર ડિજિટલ પેમેન્ટની સુવિધા

ડિજિટલ પેમેન્ટ સુવિધાઓથી મુસાફરોને રાહત, આધુનિક ટેકનોલોજીનો વિસ્તાર

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી વિવિધ સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાઇ છે. આ સુવિધાઓ દ્વારા મુસાફરો હવે ઝડપી, સરળ અને કેશલેસનો સુવિધાનો લાભ લેશે. વડોદરા ડિવિઝન દ્વારા વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, આણંદ, નડિયાદ અને ગોધરા જેવા તમામ મુખ્ય સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરાયા છે. મુસાફરો આ મશીનો દ્વારા જાતે જ અનારક્ષિત ટિકિટ લઇ શકશે. જેનાથી ટિકિટ કાઉન્ટર પર થતી લાંબી કતારોમાંથી તેમને મુક્તી મળશે.

યુટીએસ મોબાઇલ ટિકિટિંગ એપની સુવિધા પણ સમગ્ર મંડળમાં શરૂ કરાઇ છે. આ એપ દ્વારા મુસાફરો સ્ટેશન પરિસરની બહાર ગમે ત્યાંથી તેમના મોબાઇલ ફોન દ્વારા અનારક્ષિત ટિકિટ ખરીદી શકશે. સાથે જ બધા આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડાયનેમિક ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ સિસ્ટમની સુવિધા પણ શરૂ કરાઇ છે. આનાથી મુસાફરો યુપીઆઇ-સક્ષમ એપ્સ દ્વારા તાત્કાલિક અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ કરી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution