ટીકટોક વિકૃતિ: એક તરફી સમલિંગી પ્રેમે વિવાદ સજર્યો, જાણો એવું તે શું થયુ

અમદાવાદ-

શહેરમાં લોકોને ટિકટોક અને ટીક્કી એપ્લીકેશન પર વિડીયો બનાવવાનો શોખ વધી રહ્યો છે જો કે આનો દુર ઉપયોગ પણ થઈ રહ્યો હોવાનુ પણ અવાર નવાર સામે આવી રહ્યું છે. વેજલપુરમાં રહેતી વૃદ્ધાને ટિકટોક અને ટિક્કી એપનો ઉપયોગ કરી વિડીયો બનાવી અપલોડ કરવા લાગી હતી. જો કે આ દરમિયાન વૃદ્રાનો સંપર્ક એક યુવક સાથે થયો હતો બાદમાં એક મહિલા સાથે થયો હતો. બાદમાં આ ત્રણેય એક બીજાના મિત્રો બની ગયા હતા. થોડા સમય બાદ આ મહિલાએ વૃદ્ધા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. જો કે વૃદ્ધાને આ વાત ન ગમતા તેમણે મહિલાને બ્લોક કરી દીધી હતી. જેથી મહિલાએ એક વિડીયો બનાવીને વૃદ્ધાએ તેની સાથે દગો કર્યો હોવાનો વિડીયો બનાવ્યો હતો. જો કે આ વિડીયો પર કોમન મિત્ર એવા યુવકે કોમેન્ટમાં જાતિ વિષયક વાક્યો લખ્યા હોવાથી વૃદ્ધાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરત નામના યુવકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં રહેતા 59 વર્ષીય મહિલા સોશિયલ મીડિયા પર ટિકટોક, વોટ્સએપ, ફેસબુક અને ટીક્કી જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ મહિલા પોતાના વીડિયો બનાવી ટિકટોક પર અપલોડ કરતા હતા. ભરત પટેલ નામના વ્યક્તિ પણ આવા વીડિયો અપલોડ કરતા બંને વચ્ચે સંપર્ક થયો હતો. વૃદ્ધા અને ભરત બંને એકબીજાના વીડિયો લાઇક અને તેના પર કૉમેન્ટ કરતા હતા. બાદમાં બંને વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ભરત આ મહિલાને બહેન કહેતો હતો અને મહિલા ભરતને ભાઈ કહેતી હતી. બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધ બંધાયા હતા. બાદમાં ટીક્કી એપ મારફતે લવીના સિંગ સાથે આ મહિલાની મિત્રતા થઈ હતી. લવીના સિંગ ભરત અને વૃદ્ધાની કોમન ફ્રેન્ડ હતી. ત્યારે ત્રણેય લોકો વચ્ચે એકબીજાના ફોન નંબરની આપ લે થઈ હતી. બાદમાં વૃદ્ધાને આ લવીના સિંગે 'હું તમને પ્રેમ કરું છું' તેવું કહેતા વૃદ્ધાએ તેણીને બ્લોક કરી હતી. જેથી લવીના સિંગે એક વીડિયો બનાવ્યો હતો જેમાં 'હું આ બહેનને પ્રેમ કરું છું. તેણીએ મને દગો દીધો છે અને મને બ્લોક કરી છે' તેવો ઉચ્ચાર કર્યો હતો. બાદ ભરત પટેલ નામના વ્યક્તિએ આ વૃદ્ધાના વીડિયો પર જાતિવિષયક ખરાબ ટિપ્પણી કરી હતી. બાદમાં વોટ્સએપમાં પણ ખરાબ શબ્દો બોલી આ વૃદ્ધાને અપમાનિત કરી હતી. આવી હરકતોથી તંગ આવેલી વૃદ્ધાએ ભરત નામના યુવકના વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution