આમ આદમી પાર્ટીની અરવલ્લીમાં એન્ટ્રી, રાજકીય પક્ષો સક્રીય થયા

અરવલ્લી-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થઇ શેક છે. જેને લઈ રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યલયનું ઉદઘાટન પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી કર્યુ હતું. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે હવે આમ આદમી પાર્ટી અને બી.ટી.પીએ જંપલાવતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જ્ઞાતિ આધારિત સમીકરણો ચોકક્સ થી બદલાશે તેવુ લાગી રહ્યુ છે. આવનાર મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ એવા લઘુમતિ વિસ્તારમાં મતોનું વિભાજન થશે. તો વળી પક્ષ કરતા વ્યક્તિગત વર્ચસ્વ પર જીત નો દારોમદાર રેહશે.

આમ આદમી પાર્ટી ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તથા નગરપાલિકાઓની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવા જઇ રહી છે. જેમાં અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયત તથા તાલૂકા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી ભાજપ અને કોંગ્રેસની સામે વિકલ્પ પૂરો પાડવા કમર કસી છે.આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લાના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, મનહરદાન ગઢવી, અરવલ્લી જિલ્લા પ્રમુખ ડી.બી ડામોર , ઉપપ્રમુખ ઉસ્માન લાલા, પોપટભાઈ બારીયા, મહિલા મોરચાના પ્રમુખ હંસાબેન પાટીલ તેમજ અરવલ્લી જિલ્લાના 6 તાલૂકા પ્રમુખો તથા અન્ય હોદ્દેદારો તથા જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution