અમદાવાદ-
આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે, ત્યારે અમદાવાદના સરસપુર-રખિયાલ વોર્ડથી વ્યવસાયે ઓટો રિક્ષાચાલક – મુનવર હુસેન શેખને ટિકિટ આપવામાં આવી છે. આ મુદ્દે વાતચીત કરતા રખિયાલ-સરસપુર વોર્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુનવર હુસેન શેખ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે, હું વ્યવસાયે ઓટો-રિક્ષાચાલક હોવા છતાં મને અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડમાંથી ચૂંટણી લડવાની તક આપી છે.
નોંધનીય છે કે, તમામ પાર્ટીઓ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શેખે વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૫માં તેઓ ૧૦ રૂપિયા આપીને આમ આદમી પાર્ટીની સદસ્યતા લઈ કાર્યકર્તા તરીકે જાેડાયો હતો. તેમણે કહ્યું કે પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ દ્વારા સાફ રાજનીતિનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભ્રષ્ટાચાર નાબુદીએ પાર્ટીની પાયાની નીતિ છે. પાર્ટીની આ નીતિને અમે અમદાવાદ સહિત ગુજરાતમાં આગળ વધારવામાં માંગીએ છીએ.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જ્યારે જાહેર કરવામાં આવી હતી ત્યારે ‘આપ’ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આતિષી મરલેનાએ જણાવ્યું કે, પાર્ટી સાફ રાજનીતિ કરવા માંગે છે અને એટલા માટે જ ઘણા સમય પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોની ચકાસણી કરીને ટિકિટ આપે છે. જાેકે જાે કોઈને ઉમેદવારો વિશે પાર્ટીને કંઈ જાણ કરવી હોય તો ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપી શકે છે.