ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકના રણ કાંઠા વિસ્તારમા ગમખ્વાર અકસ્માતથી ત્રણ યુવાનોના મોતની વિગત સામે આવી છે જેમા પાટડી તાલુકાના માનાવાડા ગામના યુવાન મહેશ ફતાજી આંબલીયા ઉઃ- ૨૮ તથા ભીખાજી સુરાજી આંબલીયા ઉઃ-૩૦વાળા બંન્ને પિતરાઇ ભાઇઓ નવુ બાઇક લીધુ હોય જેથી બંન્ને ભાઇઓ પોતાનુ નવુ બાઇક લઇને ગુરુવારે ચોટીલા દશઁને ગયા હોય જ્યારથી પરત ફરી વાછડાદાદાના મંદિરે દશઁને જતા હોય તેવા સમયે મુળ ઓડુ ગામના વિષ્ણુભાઇ નવઘણભાઇ મકવાણા ઉઃ-૩૪ વષઁવાળા બાઇક લઇને રણ તરફથી કુડા ગામ તરફ આવતા બંન્ને બાઇકના સામસામે ધડાકાભેર અકસ્માત થતા બંન્ને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અકસ્માત ઘટનાની જાણ સ્થાનિક મીઠુ પકવતા અગરીયાઓને થતા તેઓ દ્વારા તાત્કાલિક ગંભિર ઇજાઁગ્રસ્ત વિષ્ણુભાઇ મકવાણા સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડતા રસ્તામાં તેઓનુ પણ મોત નિપજ્યુ હતુ આ તરફ તમામ ત્રણેય મૃતકોની લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અથેઁ લાવી પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તપાસ હાથ ધરી હતી.