વિરપુર મહિસાગર જિલ્લાના વિરપુરના તળાવમાં ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા ત્યારે તેમના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની વિગતો સાંપડી છે. ત્યારે ધટનાની જાણ થતાં આસપાસના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી મળતી વિગતો અનુસાર વિરપુરના અણસોલીયા તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે જાેકે ઘટનાની જાણ થતા વિરપુર પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્તથાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર નીકાળ્યા હતા જાેકે ત્રણ યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મુત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જેમાં જયેશકુમાર બાલાભાઈ સોલંકી આશરે ઉમંર ૧૫ વર્ષ,રવિન્દ્રકુમાર રમણભાઈ સોલંકી ઉ.વ ૧૬, નરેશકુમાર બાબુભાઇ સોલંકી ઉ.વ ૧૬ આ ત્રણેય યુવાનો વિરપુરના ધાવડીયા ગામના હોવાનું બહાર આવ્યું છે,પોલીસ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને પીએમ અર્થે વિરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં ત્રણેય યુવાનોના મૃતદેહ લાવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા એકસાથે ત્રણ યુવાનના મોત થતાં પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.