લંડન, તા.૨૧
રીડિંગ શહેરના એક પાર્કમાં થયેલી છરાબાજીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ વ્યÂક્તઓને ગંભીર રીતે ઈજા થઈ છે. પોલીસે શનિવારે આ અંગેની માહિતી આપી છે. આ ઘટનાને ‘બ્લેક લાઈવ્સ મેટર’ પ્રોટેસ્ટ સાથે જાડાયેલું હોવાનું કહેવાઈ રÌšં છે. રીડિંગમાં ઘટનાસ્થળ પરથી ૨૫ વર્ષના એક યુવકની હત્યાની શંકમાં ધરપકડ કરવામાં આવી છે. આ હુમલો ફોરબરી ગાર્ડનમાં લગભગ સાંજે ૭ વાગે (ભારતીય સમય મુજબ રાતે ૧૧.૩૦ કલાકે) કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ ઘટનાને આતંક સાથે જાડાયેલી હોવાનું માની રહી છે. તપાસ માટે આતંકવાદ નિરોધક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.
સુરક્ષા સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ઘટનાસ્થળ પરથી ઘરપકડ કરવામાં આવેલો યુવક લીબિયાનો હોવાનું મનાઈ રÌš છે. ટેમ્સ વેલી પોલીસે Âટ્વટ કર્યું કે અમને ફોરબરી ગાર્ડનમાં ઘટનાની માહિતી મળી છે. અધકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યાં છે.
એક પોલીસ સૂત્રએ સન્ડે મિરરને જણાવ્યું કે એક માણસે ચપ્પુ કાઢ્યુ અને ક્રાઉન કોર્ટની પાસે રીડિંગમાં લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. માનવામાં આવી રÌšં છે કે ત્યાં એક હુમલાખોર હતો, જે પોલીસ સમક્ષ સરન્ડર થઈ ગયો હતો.