ભુજમાં વ્યાજખોરી કરનાર બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં

ભુજ ભુજમાં વ્યાજખોરી કરતા બે મહિલા સહિત ત્રણ આરોપીની માનકુવા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યાજખોરી સામે સખ્તપણે કાર્યવાહીના દિશા નિર્દેશ અન્યવે ભુજના ત્રણ સામે વ્યાજખોરી સબબ માનકુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસમાં સો ટકા રિકવરી કરી રજૂઆત કર્તાને ન્યાય અપાવ્યો હતો. ​​​​​​​ભુજના ગણેશ નગરમાં રહેતા ૩૦ વર્ષીય​​​​​​​ અરજદાર દીનેશ રમેશ ગુંસાઇએ વ્યાજખોરીની કરેલી રજૂઆતની માનકુવા પોલીસે તપાસ કરી ભૂજના બે મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં ધીરધાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ કામના આરોપીઓ (૧) ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉં.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ તથા (૨) દિક્ષીતાબેન દવે ઉ.વ.૩૫ રહે. રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ અને (૩) પિન્કીબેન દિવ્યાગભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૦ રહે.ગણેશનગર ભુજ તા.ભુજ વાળાને સદર ગુનાના કામે અટક કરી આરોપી ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉ.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ વાળાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ફરીયાદી પાસેથી લીધેલો મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા મળી આવ્યાં હતા. જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution