કોહલીને અમદાવાદમાં ધમકીઃચારની ધરપકડ ટીમે પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી


અમદાવાદ: લિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળી હતી જેના કારણે આરસીબીએ તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ રદ કરી હતી. આ સિવાય મેચ પહેલા કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.આ મેચ પહેલા આનંદબજાર પત્રિકાના એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને ધમકીઓ મળી હતી જેના કારણે આરસીબીએ પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જાે કે હજુ સુધી બંને ટીમો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.આ મામલે પોલીસ અધિકારી વિજય સિંહ જ્વાલાએ જણાવ્યું હતું કે, “વિરાટ કોહલીને અમદાવાદ પહોંચ્યા બાદ ધરપકડની જાણ થઈ. તેની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરસીબી જાેખમ લેવા માગતું ન હતું. તેઓએ અમને જાણ કરી હતી કે પ્રેક્ટિસ સેશન નહીં હોય. રાજસ્થાન રોયલ્સને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓને તેમની પ્રેક્ટિસમાં આગળ વધવામાં કોઈ સમસ્યા નહોતી.”રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા ઇઝ્રમ્ના પૂર્વ બોસે વિરાટ કોહલી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કિંગ કોહલીની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું, “જ્યારે મેં આરસીબી ટીમ માટે બોલી લગાવી અને વિરાટ માટે બોલી લગાવી, ત્યારે મારા અંતરાત્માએ કહ્યું કે આના સિવાય આનાથી સારી પસંદગી થઈ શકે નહીં, તેણે દાવો કર્યો કે આ વખતે આરસીબી આઇપીએલ જીતી શકે છે.” “મારો અંતરાત્મા કહે છે કે આરસીબી આ વષે આઇપીએલ જીતી શકે છે. ઓલ ધ બેસ્ટ.”તેની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરસીબી જાેખમ લેવા માગતું ન હતું. તેઓએ અમને જાણ કરી હતી કે પ્રેક્ટિસ સેશન નહીં હોય. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા ઇઝ્રમ્ના પૂર્વ બોસે વિરાટ કોહલી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution