મોસ્કો-
રશિયામાં પુતિન સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષ નેતા એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયામાં 100 શહેરોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે પણ પ્રદર્શનકારીઓ પર સખ્ત કાર્યવાહી કરતાં 3000થી વધુ લોકોની ધરપકડ કરી છે. નવેલની પત્ની યુલિયાની પણ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, મૉસ્કોમાં પોલીસ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતી જાેવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ વિપક્ષ નેતા એલેક્સી નવેલની ધરપકડ કરવામાં આવી હતી. નવેલની પુતિનના કટ્ટર આલોચલ તરીકે ઓળખાય છે. ઓગસ્ટ-2020માં રશિયામાં નવેલનીને ઝેર આપવામાં આવ્યું હતુ. જે બાદ તેઓ જર્મની આવી ગયા હતા. બર્લિનથી મૉસ્કો પહોંચવા સાથે જ તેમની અટકાયત કરવામાં આવી. નવેલની પેરોલની શરતોનો ભંગ કરવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. જાે કે નવેલનીનું કહેવું છે કે, તેમને ચૂપ કરાવવા માટે કાવતરુ ઘડવામાં આવ્યું છે. જે સમયે હજારો સ્મર્થક વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંનું તાપમાન -50 ડિગ્રીની આસપાસ હતું. આટલી ઠંડી છતાં પ્રદર્શનકારી ત્યાં અડગ રહ્યા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો લોકોએ બરફના ગોળા વડે પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન પોલીસે હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. પોલીસે નવલનીના પ્રવક્તા અને વકીલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના ઓછામાં ઓછા 60 શહેરોમાં એલેક્સી નવેલનીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે જહર ખુરાની બાદ મોતની જંગ જીતીને વતન પરત ફરેલા નવલનીને મોસ્કો એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી હતી.
ઘણા રિપોટ્ર્સ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કને પણ જામ કરી દેવામાં આવ્યું છે, જાેકે તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. રશિયાના ઘણા વિસ્તારોમાંથી આ પ્રકારના પ્રદર્શનના સમાચાર આવ્યા છે. વિપક્ષી નેતા એલેક્સી નવેલનીને પોલીસે રવિવારે મોસ્કો એરપોર્ટ પર ઉતરતાં જ કસ્ટડીમાં લીધા હતા.