અમદાવાદ-
ભૌતિકવાદી યુગમાં ગુરુ પ્રત્યે આસ્થામાં ઘટાડો આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ જીવનમાં અશાંતિ, અસુરક્ષા અને માનવીય ગુણોનો અભાવ પેદા થઇ રહ્યો છે.
તુલસીદાસે રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું કે જો કોઇને ગુરુ નથી તો તેઓ ભગવાન હનુમાનને પોતાનો ગુરુ બનાવી શકે છે. ઈશ્વરના સાક્ષાત્કાર વિના ગુરુકૃપા થવી અઘરી છે. હનુમાનજી સામે પવિત્ર ભાવ રાખતા તેમને તમારા ગુરુ બનાવી શકાય છે. એકમાત્ર હનુમાન જી જ છે જેમની કૃપા આપણે ગુરુની જેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના શુભારંભ જ ગુરુના ચરણોને નમન કરતા કર્યો છે.
તુલસીદાસે હનુમાન ચાલીસામાં બધાને જબરંગ બલીને પોતાના ગુરુ બનાવવાનું કહ્યું છે. તેમણે શિષ્યને સચેત કરતા કહ્યું કે હનુમાનજીને ગુરુ બનાવ્યા બાદ અનુશાસિત રહેવું અનિવાર્ય છે. તમારી મતિ અને ગતિ સાચી દિશા તરફ રાખવી જોઇએ. રામ ભક્ત શ્રી હનુમાનની કૃપા મળવવી હોય તો તેમને નિયમ, ભક્તિ અને સમર્પણથી જ પ્રસન્ન કરી શકાય છે. જેમના વિચાર સારા હોય છે હનુમાનજી તેમના પર જ કૃપા કરે છે.
આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરા આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ગુરુકુળ સંસ્કૃતિએ મહર્ષિ, તપસ્વી, રાષ્ટ્રભક્ત, ચક્રવર્તી સમ્રાટ અને જગદ્ગુરુ સુધીના સુયોગ્ય મહાપુરુષ ઉપલબ્ધ કરાવ્યા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે પણ ગુરુ મહિમાને સર્વોપરિ માની છે. જનકપુરીમાં ઋષિ વિશ્વામિત્રની સેવા એનું પ્રમાણ છે.
સમસ્ત ધાર્મિક સંપ્રદાય ગુરુ પદની મહિમાને સ્વીકાર કરે છે. ગુરુના નિર્દેશનનો ભંગ કરવાથી જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરવી અસંભવ માનવામા આવે છે.
ભારતીય સંસ્કૃતિમા ગુરુ આશ્રય રહિત વ્યક્તિને ઘૃણાસ્પદ માનવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ભૌતિકવાદી જન સમુદાયમાં ગુરુ પ્રત્યે આસ્થાનો અભાવ થતો જઇ રહ્યો છે. ખાસ કરીન યુવા વર્ગ આનાથી દૂર છે. જેના પરિણામ સ્વરૂપે જીવનમાં અશાંતિ, અસુરક્ષા અને માનવીય ગુણોનો અભાવ થઇ રહ્યો છે. આપણા દેશના ઋષિ- મહર્ષિ, તીર્થકર અને સતમહાપુરુષ ગૌતમ બુદ્ધ, મહાવીર જેવા દિવ્ય વિભૂતિઓએ ગુરુ પદથી પોતાના ઉપદેશોથી ઉદાર ભાવના સ્થાપિત કરી. સાધકને જીવનની સાર્થકતા માટે યોગ્ય ગુરુની કૃપા પ્રાપ્ત કરવી બહુ જરૂરી હોય છે. ગુરુ પ્રાપ્તિ માટે એકલવ્ય સમાન અપાર શ્રદ્ધા અને વિશ્વાસની જરૂરત છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની પૂજા, વંદન અને સન્માન કરવું જોઇએ.