‘જેઓ ઈરાન સાથે ડીલ કરે છે..........’ અમેરિકાએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું

વૉશિગ્ટન: અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને ઈરાન સાથેના સહયોગ સામે ચેતવણી આપી છે. ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન એ પાકિસ્તાનની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે અમેરિકન વાંધાઓને કારણે લાંબા સમયથી અટવાયેલો છે. અમેરિકાની નવી ચેતવણી હવે પાકિસ્તાનની ચિંતા વધારવા જઈ રહી છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં ગેસ પાઇપલાઇન પર ટિપ્પણી કરી.પ્રેસને સંબોધતા તેમણે કહ્યું, ‘અમે ઈરાન વિરુદ્ધ અમારા પ્રતિબંધો ચાલુ રાખીશું. ઉપરાંત, જેઓ ઈરાન સાથે વેપાર કરે છે તેઓએ તે કરારોની સંભવિત અસરથી વાકેફ હોવું જાેઈએ.અમેરિકા લાંબા સમયથી પ્રતિબંધો દ્વારા ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે, જેના કારણે ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને ગંભીર અસર થઈ છે.ઈરાન-પાકિસ્તાને ૨૦૧૦માં પ્રોજેક્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત નક્કી કરવામાં આવ્યું હતું કે ઈરાન પાકિસ્તાનને દરરોજ ૭૫૦ મિલિયનથી ૧ બિલિયન ફૂટ કુદરતી ગેસ સપ્લાય કરશે. પાઇપલાઇન નાખવાની અંતિમ તારીખ ૨૦૧૪ હતી અને ગેસ સપ્લાયનો સોદો ૨૫ વર્ષનો હતો.આ પાઈપલાઈન ૧,૯૦૦ કિલોમીટર લાંબી થવાની હતી, જેમાંથી ૧,૧૫૦ કિલોમીટર ઈરાનમાં અને ૭૮૧ કિલોમીટર પાકિસ્તાનમાં નાખવાની હતી. આ પાઈપલાઈન ઈરાનના દક્ષિણ પારસ ગેસ ફિલ્ડથી પાકિસ્તાનના ગ્વાદર સુધી લંબાવવાની હતી.એક દાયકાથી વધુ સમય વીતી જવા છતાં પણ પાકિસ્તાન પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરી શક્યું નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution