ઉતરાયણે આ રાશીને મળશે સાડાસાતીમાંથી રાહત, મકર રાશિમાં સૂર્ય સહિત 5 ગ્રહનો શુભ યોગ

મકરસંક્રાંતિમાં (ઉતરાયણમાં) સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, અને આ વર્ષે સૂર્યના વાહન તરીકે સિંહ રહશે. આ ગ્રહ યોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષાનું સૂચન કરે છે. ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉપરાંત ચંદ્ર, બુઢા શનિ અને ગુરુ પણ મકર રાશિમાં પરિભ્રમણ કરશે. બે વર્ષ બાદ રચનારા આ યોગ ને અત્યંત શુભ માનવમાં આવી રહ્યો છે. આ વિશેષ યોગની રચનાથી ધન, મકર, અને કુંભ રાશીને સાડાસાતીની પનોતીમાંથી રાહત મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વિશેષ યોગના લીધે આ વર્ષની સૂર્ય સંક્રાંતિએ વૈશ્વિક મહામારી કોરોના સામે પણ રક્ષણ મળવાની શક્યતાઓ છે. સંક્રાંતિનો શુભ સમય સવારે 7 કલાકે ને 24 મિનિટે શરૂ થશે અને સાંજે 6 કલાકે ને 13 મિનિટે સમાપ્ત થશે.જ્યોતિષ શાસ્ત્રો મુજબ પરંપરા અનુસાર મકરસંક્રાતિએ પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન-પુણ્ય કરવું અને જાપનો વિશેષ મહિમા હોય છે, જે અનેક રોગમાંથી મુક્તિ આપે છે.

અક્ષયફળની પ્રાપ્તિનો યોગ: મહાપૂણ્ય કાળ,સવારે 8.30થી 108 મિનિટ-

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ ગણાશે. આ પુણ્યકાળમાં સ્નાન અને જાપથી વર્ષ દરમિયાન કરેલા પાપ અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમાં પણ વિશેષ મહાપુણ્ય કાળ 108 મિનિટનો રહેશે. જે સવારે 8.30 મિનિટે શરૂ થઇને 10.18 મિનિટ સુધી રહશે. આ સમયે કરેલા દાન-દક્ષિણા અને પુણ્યથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. 

વિશેષ યોગથી મહામારી થઈ શકે છે દૂર- 

ઉતરાયણે એક સાથે 5 ગ્રહોનો યોગ બને છે. આ યોગ અશુભ સમયમાં શુભ થાય તેવું સૂચવી રહ્યું છે. સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર અને ગુરુ આ પાંચ ગ્રહો પૃથ્વી તત્વના મકર રાશિમાં બળવાન યોગ સૂચવે છે, કે ભ્રમણ શુભ અને કલ્યાણકારી નીવડશે.

કાર્યમાં સફળતા તેમજ લાભનો યોગ- 

આગામી દિવસોમાં અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. પારિવારિક ઝગડામાંથી સમાધાનના રસ્તા નીકળશે. અને આરોગ્યમાં સુધારો આવશે. વિશેષ રૂપે વૃશ્ચિક, મીન અને સિંહ તમામ કાર્યમાં સફળતા અને લાભના યોગ જોવા મળી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution