અમદાવાદ-
જિજ્ઞેશ મેવાણી ગમે ત્યારે કોંગ્રેસમાં જાેડાઈ શકે છે. હાલ કોંગ્રેસમાં જાેડાવા વિષે જે શરતો મુકી છે તેના કારણે વિધિવત્ જાેડાવાનું રોકાયેલું છે. એક શક્યતા એ પણ જાેવામાં આવી રહી છે કે, જેએનયુ આંદોલનથી ખ્યાતનામ બનેલા કનૈયાકુમારની સાથે જ જિજ્ઞોશ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જાેડાવાનો હોવાથી સમય નક્કી થયો નથી. ઊના કાંડના વિવાદથી રાજકીય કારકિર્દીના પગથિયા અત્યંત ઝડપથી ચડનારા મેવાણી માટે અપક્ષ ચૂંટણી લડવાનું એક સૈદ્ધાંતિક મોહરું જ હતું. તેની જેમ જ સ્વતંત્રપણે પાટીદાર આંદોલનનો ઝંડો ઉપાડનારા ર્હાદિક પટેલે પણ ચૂંટણીલક્ષી રાજકારણમાં તક ઝડપી કોંગ્રેસ પ્રવેશને જ મુનાસિબ માન્યો હતો તે જ રીતે તકવાદી રાજકારણના જ પ્રવાહમાં તરનારા જિજ્ઞેશે પણ હવે કોંગ્રેસમાં ભળવાનું નક્કી કરી તેના જ માર્ગે આગળ વધ્યો હોવાનું ચર્ચાય છે.દલિત આંદોલનના સહારે ચૂંટણીલક્ષી રાજકારણની વૈતરણી પાર ઉતરેલા અને મહદ્ અંશે તકવાદી રાજકારણ તરફ જ લક્ષ્ય રાખનારા જિજ્ઞેશ મેવાણી ગમે ત્યારે કોંગ્રેસમાં જાેડાય તેવી શક્યતા દર્શાવાય છે. કોંગ્રેસના સમર્થનથી વડગામ ધારાસભાની બેઠક જીત્યા બાદ હવે જિજ્ઞોશ મેવાણી કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છે તેને ઘણા વિવેચકો તે તેના ‘માતૃપક્ષ’માં જાેડાઈ રહ્યા હોવાનું ગણાવી રહ્યા છે.