નવીદિલ્હી,તા.૧૨
ૈઁર્રહી નિર્માતા એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાની તૈયારી કરી રહી છે અને આગામી ૪-૫ વર્ષમાં કંપની દેશમાં તેનું ઉત્પાદન પાંચ ગણું વધારીને લગભગ ૪૦ બિલિયન ડોલર કરવાની યોજના બનાવી રહી છે.
એક તરફ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, તો બીજી તરફ, વિશ્વભરની મોટી કંપનીઓ દેશમાં પોતાનો વ્યવસાય વધારવાની યોજના બનાવી રહી છે. વિશ્વની અગ્રણી ટેક કંપની છॅॅઙ્મી એ ભારતમાં લાખો નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. સરકારી સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અમેરિકન કંપની આગામી ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી કંપની એપલ પોતાનો બિઝનેસ ચીનથી ભારતમાં લાવી રહી છે અને અહીં પોતાનો બિઝનેસ વધારવા પર ધ્યાન આપી રહી છે.
અગ્રણી અમેરિકન કંપની છॅॅઙ્મી ભારતમાં તેનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે તે આગામી ૩ વર્ષમાં ૫ લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપવા તૈયાર છે. હાલમાં, ભારતમાં એપલના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં ૧.૫ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે, જેમાં ટાટા ગ્રૂપની કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સંચાલિત બે પ્લાન્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એપલે બેંગલુરુમાં નવી ઓફિસ ખોલી હતી, જેમાં હાલમાં લગભગ ૧૨૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ સિવાય કંપનીની મુંબઈ, હૈદરાબાદ અને ગુરુગ્રામમાં ઓફિસો છે.
ભારતીય બજારમાં આગળ વધતા એપલે ગયા વર્ષે તેના સ્ટોર્સ પણ ખોલ્યા હતા. આમાંથી એક છॅॅઙ્મી મ્દ્ભઝ્ર અને બીજી છॅॅઙ્મી જીટ્ઠાીં છે. સરકારી અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ ભારતમાં ભરતીને વેગ આપી રહી છે. આ સાથે, કંપની આગામી ૪-૫ વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન પાંચ ગણું વધારીને લગભગ ૪૦ બિલિયન ડોલર (આશરે રૂ. ૩.૩૨ લાખ કરોડ) કરવાની યોજના બનાવી રહી છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, એપલ ૨૦૨૩માં પ્રથમ વખત સૌથી વધુ આવક સાથે ભારતમાં માર્કેટ લીડર છે, જ્યારે સેમસંગ વોલ્યુમ વેચાણની દ્રષ્ટિએ આગળ છે. કંપનીનો દાવો છે કે તેણે પ્રથમ વખત ૧ કરોડ મોબાઈલ વેચ્યા અને એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ પણ બનાવ્યો. ભારતમાંથી ૈઁર્રહીની નિકાસ પણ વધી રહી છે. જ્યારે ૨૦૨૨-૨૩માં નિકાસ ઇં૬.૨૭ બિલિયનની હતી, તે ૨૦૨૩-૨૪માં વધીને ઇં૧૨.૧ બિલિયન થઈ ગઈ છે, જે લગભગ બમણી છે.
કંપનીએ ચીનથી પોતાનો બિઝનેસ સમેટીને ભારતમાં લાવવાનું શરૂ કરી દીધું છે. દેશના સૌથી જૂના બિઝનેસ ગ્રુપ ટાટા સાથે છॅॅઙ્મીનું ખાસ કનેક્શન છે. ખરેખર, એપલે ભારતમાં તેના ઉત્પાદનને મજબૂત કરવા માટે ટાટા સાથે હાથ મિલાવ્યા છે. ટાટા ગ્રૂપ ભારતમાં આઇફોનના ઉત્પાદન સાથે સંકળાયેલું છે અને ટાટાએ નવેમ્બર ૨૦૨૩માં વિસ્ટ્રોન કોર્પને ૧૨૫ મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. ભારતમાં છॅॅઙ્મી માટે ૈઁર્રહી ઉત્પાદનનું કામ ત્રણ વિક્રેતાઓ પાસે છે, જેમાં વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોનનો સમાવેશ થાય છે. ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ ભારતમાં છॅॅઙ્મી માટે બે પ્લાન્ટ ચલાવી રહી છે. દેખીતી રીતે, આગામી વર્ષમાં, એપલનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થશે અને ઉત્પાદન નિકાસ દ્વારા સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવશે. આ માટે ભરતી પણ ઝડપથી થશે અને ૫ લાખ લોકોની ભરતી કરવામાં આવશે.