અંકિતા લોખંડેએ પ્રોડ્યૂસર એકતા કપૂરની સાથે પોપ્યુલર ટીવી શો 'પવિત્ર રિશ્તા'ની બીજી સીઝન બનાવવા વિશે વાતચીત કરી છે. એના માધ્યમથી તે સુશાંત રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છે છે. 'પવિત્ર રિશ્તા'માં અંકિતા લોખંડેની સાથે સુશાંત સિંઘ રાજપૂત લીડ રોલમાં હતો. આ શો અનેક વર્ષો સુધી ચાલ્યો હતો.
આ શો દરમિયાન જ સુશાંત અને અંકિતા એકબીજાની નજીક આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર 'આ શો સુશાંતના દિલથી ખૂબ નિકટ હતો. કેમ કે, આ શોથી જ તેણે શોબિઝનેસમાં આગવું સ્થાન મેળવ્યું હતું. અંકિતા અને એકતાનું માનવું છે કે નવી સીઝન આ સ્વર્ગસ્થ એક્ટરને સૌથી બેસ્ટ શ્રદ્ધાંજલિ રહેશે.