દિલ્હી-
પાકિસ્તાનની વિધાનસભામાં વિંગ કમાન્ડર અભિનંદનનો ઉલ્લેખ કર્યા પછી પાડોશી દેશનો પોલ ખુલી છે. પાકિસ્તાને પોતે જ દાવો કર્યો હતો કે ડરના કારણે તેણે અંભિનંદનને કેવી રીતે છોડી દીધા હતા. હવે આ કબૂલાતની પ્રતિક્રિયા ભારતીય વાયુસેનાના પૂર્વ વડા બી.એસ. ધનોઆએ આપી છે. જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઇક થયો ત્યારે બીએસ ધનોઆ એરફોર્સના ચીફ હતા.
બી.એસ. ધનોઆએ જણાવ્યું હતું કે મેં અભિનંદનના પિતાને વચન આપ્યું હતું કે અમે તેમને પાછા લાવીશું. અમને 1999 ની ઘટના યાદ છે જ્યારે પાકિસ્તાને છેલ્લી ઘડીએ છેતરપિંડી કરી હતી, તેથી અમે સાવધ રહ્યા. ભૂતપૂર્વ વાયુસેના પ્રમુખે કહ્યું કે મેં અભિનંદનના પિતા સાથે કામ કર્યું છે.
પાકિસ્તાની સાંસદની કબૂલાત અંગે બી.એસ. ધનોઆએ કહ્યું હતું કે તેઓ જે નિવેદન આપી રહ્યા હતા તેનું કારણ તે સમયે ભારતીય વાયુસેનાની સ્થિતિ હતી, જે આક્રમક હતી. અમે એવી સ્થિતિમાં હતા કે તેમની આખી બ્રિગેડનો નાશ થઈ શકે અને પાકિસ્તાનને આ ખબર હતી.
બી.એસ. ધનોઆએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાન પર રાજદ્વારી અને વ્યૂહાત્મક દબાણ હતું. તે જાણતો હતો કે જો તે લાઇન પાર કરશે તો તેનો ભોગ બનવું પડશે.