કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લોકોની લાઈફસ્ટાઈલ સહિત ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. કોવિડ19ને ફેલાતો રોકવા માટે હવે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત થયું છે. ત્યારે તમિળનાડુના એક રેસ્ટોરન્ટના માલિકો કોરોના વાયરસને દૂર રાખવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા અનોખી રીત અપનાવી છે. આ રેસ્ટોરન્ટના માલિકે માસ્ક પરોઠા પીરસવાનું શરૂ કર્યું છે.
આ વાત પર પ્રકાશ પાડીએ તો વિગત જાણે એમ છે કે, મદુરાઈમાં આવેલી ટેમ્પલ સીટી નામની એક રેસ્ટોરન્ટ ગ્રાહકોને ભોજનમાં માસ્ક શેપના પરોઠા પીરસે છે. તેવું નથી, તેમણે આખેઆખું મેન્યુ જ કોરોનાવાઈરસ થીમ બનાવ્યું છે. તેમાં કોરોના વાઈરસ આકારના 'કોરોના ડોસા' અને વડાં સામેલ છે. ત્યાંના મેનેજર પુલવીનગમનું કહેવું છે કે, મદુરાઈ શહેરના લોકોને માસ્ક પહેરવાની આદત નહોતી એટલે હવે તે લોકો માસ્ક પહેરવા અંગે જાગૃત નથી. અમે માસ્ક શેપના પરોઠા પીરસીને લોકોમાં માસ્ક પહેરવા અંગેની જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ રેસ્ટોરન્ટે પરંપરાગત વીચુ પરાઠાની જગ્યાએ સર્જિકલ માસ્કના આકારમાં પરાઠા બનાવ્યા જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે જ્યારે લોકડાઉન પછી તેની રેસ્ટોરન્ટ ખોલવામાં આવી ત્યારે કેટલાક લોકો ત્યાં માસ્ક વિના આવવા લાગ્યા. આવી સ્થિતિમાં, તે લોકોને મફત માસ્ક આપે અને તેમને પહેરવાની સૂચના આપતો. જો કે, જ્યારે તેણે જોયું કે જિલ્લામાં ઘણા લોકો માસ્ક વિના રખડતા હોય છે, ત્યારે તેમણે લોકોને જાગૃત કરવા માટે માસ્ક આકારમાં પરાઠા બનાવવાનું શરૂ કરી દીધું. અહિં માત્ર 50 રૂપિયામાં પરોઠા મળે છે અને લોકોમાં પ્રિય છે. સોશિયલ મીડિયામાં પણ લોકો આ પરોઠા જોઈને તેને શેર કરી રહ્યા છે. ખરેખર, રેસ્ટોરન્ટ માલિક આ કોરોના કાળમાં લોકોની ભલાઈ માટે જાગૃતતા ફેલાવી રહ્યા છે.