ગુજરાતનું  આ મંદિર  દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ સુમદ્રમાં લુપ્ત થઈ જાય છે

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારના કારણે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. હા આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં થાય છે. દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સુમદ્રમાં લુપ્ત થઈ જાય છે.

ભારતભરમાં અને ગુજરાતમાં ભગવાન શિવના અનેક મંદિર છે. ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ ખાસ મંદિર ગુજરાતના કાવી-કંબોઈ ગામમાં આવેલું છે. જે ભરૂચ નજીક છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. આ ચમત્કારી મંદિર શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.

શિવપુરાણ મુજબ અને કેટલીક માન્યતાઓ અનુસાર તાડકાસુર નામનો એક શિવ ભક્ત અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. બદલામાં શિવજીએ તેને મનોવાંછિત વરદાન આપ્યું હતું. જેના અનુસાર, તે અસુરને શિવપુત્ર ઉપરાંત કોઈ મારી શક્તુ ન હતું. જોકે, એ શિવ પુત્રની ઉંમર પર માત્ર 6 દિવસની હોવી જોઈએ. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુરે ત્રણ લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી પરેશાન થઈને તમામ દેવતા અને ઋષિ મુનિઆઓએ શિવજીને તેનો વધ ન કરવા અપીલ કરી હતી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શ્વેત પર્વત કુંડથી 6 દિવસના કાર્તિકેય ઉત્પન્ન થયા. કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. પરંતુ બાદમાં તે અસુર શિવભક્ત હોવાનુ જાણ થતા જ તેઓને બહુ શરમ અનુભવાઈ હતી. કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવુ તે વિશે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. તેના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું. જે રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિર પાસે મહાશિવરાત્રિ અને અમાસના રોજ મેળો લાગે છે.

ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાંભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. ગુજરાતનું આ ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution