રાજકોટ-
સૌરાષ્ટ્રભરના ધાર્મિક સ્થળોનું મુખ્ય પ્રવેશદ્વાર અને સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી ૨૦ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા ચોટીલા શહેરમાં બિરાજતા ચામુંડા માતાજીના ડુંગર પર દર્શન કરવા માટે આવતા યાત્રિકોમાં ૧૪મી એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું. તે અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના સચિનગીરી દ્વારા ભક્તજનોના સ્વાસ્થ્ય અંગે હજુ વધુ ચિંતા હોવાથી ટ્રસ્ટ દ્વારા આગામી ૨૦મી મે સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. અને માતાજી ડુંગર પરિવારના મહંતવતી લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ઘરે રહીને પરિવારની ચિંતા કરી સલામતી સાથે સાવધાની રાખવી અને કોરોનાને હરાવવા અપીલ પણ કરાઈ હતી.