અમદાવાદ-
ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મંત્રીઓને જે વિસ્તારમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની 4 દિવસ સુધી કમાન સંભાળવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં આગામી 4 દિવસ સુધી બેઠક યોજવાની રહશે.
શું રહેશે પ્રભારી મંત્રીઓની જવાબદારી ?
રાજ્ય સરકારે આપેલ આદેશ પ્રમાણે, પ્રથમ તાલુકા પંચાયતના સભ્યો સાથે ત્યારબાદ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતોની વિગતો બેઠકમાં મંથન કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ?
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે