આ નાનકડુ માટલું તમારી સમસ્યાઓનો અંત લાવી દેશે

લોકડાઉન હોવાને કારણે લોકોને તે ઓછી અનુભવાઈ રહી છે. ગ તમામને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. શહેરોમાં તો લોકો ફ્રીજથી ઠંડુ પાણી કાઢીને પી લે છે, પરંતુ ગામમાં ફ્રીજ ન હોવાને કારણે લોકો આજે પણ માટલામાંથી પાણી પી લે છે. માટીના માટલાનું પાણી બહુ જ ઠંડુ રહે છે. હકીકતમાં માટીમાં અનેક રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેમાં લાભકારી મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરના ઝેરીલા તત્વોમાંથી મુક્તિ અપાવે છે. તેથી આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે માટલાનું પાણી માણસોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ વાસણોમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.

માટીના વાસણોમાં રાખેલુ પાણી પીવાથી સ્કીન સંબંધિત અનેક તકલીફો દૂર થઈ જાય છે. તે ચહેરા પર ફોલ્લા, મોઢામાં છાલા, પિંપલ્સ અને અન્ય ત્વચા સંબંધી અન્ય રોગોને તમારાથી દૂર રાખે છે. તેમાં રાખેલુ પાણી પીવાથી તમારી ત્વચા ચમકવા લાગશે.

માટલાનું પાણી ગેસની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. તેથી જો કોઈને એસિડિટી સંબંધી તકલીફ હોય તો આવામાં માટીનું પાણી તેઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ પાચન પ્રક્રિયા પણ સારી ચાલે છે.માટલાનું પાણી બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution